મુંબઈ મહાનગરમાં હાલના દિવસોમાં જૂની ઇમારતોનું રીડેવલપમેન્ટ ધમધમતી રીતે ચાલી રહ્યું છે.
આ પ્રક્રિયામાં ઘણીવાર સોસાયટીના સભ્યો વચ્ચે ડેવલપરની પસંદગી બાબત મતભેદ ઊભા થાય છે... આવી સ્થિતિમાં ડેપ્યુટી રજીસ્ટ્રારનો હસ્તક્ષેપ થતો હોય છે.
તાજેતરમાં મુંબઈ ગ્રાહક પંચાયત દ્વારા જાહેર હિતમાં એવી માંગણી કરવામાં આવી છે કે ડેવલપરની પસંદગીમાં ડેપ્યુટી રજીસ્ટ્રારનો કોઈ હસ્તક્ષેપ ન હોવો જોઈએ.!! તેઓએ કહ્યું કે આ લોકોનો/સોસાયટીના સભ્યો નો અધિકાર છે અને તે કોઈ ના પણ હસ્તક્ષેપ વગર જ થવો જોઈએ,.. કેમ કે રજીસ્ટ્રારના હસ્તક્ષેપથી ભ્રષ્ટાચારની શક્યતા વધી જાય છે. આ માટે ડેવલપરની પસંદગી લોકો/સભ્યો દ્વારા સમજૂતીથી જ થવી જોઈએ...
આવો જ એક કિસ્સો બોરીવલીની મધુમિલન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ (મંગલકુંજ), જે એસ.વી. રોડ, બોરીવલી પશ્ચિમ ખાતે આવેલી છે, તે પ્રકાશમાં આવ્યો છે.
સોસાયટીના રહીશ શ્રી ચંદ્રકાંત ગોહિલે માહિતી આપી હતી કે સોસાયટીની ઇમારતને બન્યા ને લગભગ ૫૮ વર્ષ થઈ ગયા છે., તેનું રીડેવલપમેન્ટ અનિવાર્ય છે, અન્યથા રહીશોના જીવને જોખમ થઈ શકે છે.
વર્ષ ૨૦૧૫માં આ ઈમારત ને C-1 શ્રેણીનું 'ધોકાદાયક' એટલે કે જોખમી ઈમારત નું પ્રમાણપત્ર મળ્યું હતું. વર્ષ ૨૦૨૩માં રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ હતી.
લગભગ ૨૧૮ પરિવારોની આ સોસાયટીમાં નિયમ અનુસાર ૧૧ બિલ્ડરોમાંથી ૨ બિલ્ડરો – સુગી ગ્રુપ અને રતનસિંહ કોનાર્ક બિલ્ડર JV ની પસંદગી કરવામાં આવી હતી..
તુલનાત્મક અભ્યાસ કરતા બંને બિલ્ડરો માં સુગી ગ્રુપની ઑફર રતનસિંહ કોનાર્ક કરતાં વધુ લાભદાયી હતી, છતાં પણ કેટલાક ગણ્યા ગાંઠ્યા સભ્યો આશ્વર્યજનક રીતે રતનસિંહ કોનાર્ક બિલ્ડરને સમર્થન આપીને નિર્દોષ સભ્યો ને ગેરમાર્ગે દોરી રહ્યા છે.!!!!
આવા સંજોગોમાં મતદાન યોજાયું જેમાં ૧૯૫ સભ્યોએ ભાગ લીધો, પણ પરિણામ લગભગ બરોબર નું રહ્યું છે ટાયમા પરિણમ્યું!!
ચંદ્રકાંત ગોહિલના મતે, હાઉસિંગ સોસાયટીના સભ્યો ફરીથી મતદાન ઈચ્છે છે.. અને આ વખતે હેન્ડરાઈસીગ એટલે કે હાથ ઉંચો કરી મતદાન થવું જોઈએ જેથી કોઈપણ સભ્ય ગેરમાર્ગે ન દોરાય પરંતુ કમનસીબે કેટલાક તત્વો નિયમાનુસાર ચૂંટણી ન થાય તેવા પ્રયાસ કરે છે!!!.
ડેપ્યુટી રજીસ્ટ્રાર સમક્ષ પણ સભ્યો સહાય માટે ગયાં, પરંતુ અધિકારી મોટી તથા વધુ સારી ઑફર આપનારા સુગી ગ્રુપને અવગણીને આશ્વર્યજનક રીતે રતનસિંહ કોનાર્કનુ સમર્થન કરવા લાગ્યા!!.
કેટલાક તત્વો સોસાયટીના કમિટી સભ્યો વિરુદ્ધ પણ ষડયંત્ર રચી રહ્યા છે અને હાલના સભ્યોને તેમના પદેથી દૂર કરવાની માંગણી કરી રહ્યા છે!!! અને વિવિધ રીતે ત્રાસ આપી રહ્યા છે.
મધુમિલન કો-ઓપ. હાઉસિંગ સોસાયટીના કમિટી સભ્યો ઈચ્છે છે કે નિયમાનુસાર ફરીથી મતદાન થાય જેથી કરીને સભ્યો ને સાચો ન્યાય મળે..
સાથે જ વરિષ્ઠ સભ્ય શ્રી ચંદ્રકાંત ગોહિલે GBR (જનરલ બોડી રિઝોલ્યુશન) માટે પણ માગ ઉઠાવી છે. તેમનું કહેવું ફક્ત એટલું જ છે કે જે બિલ્ડર વધુ લાભ આપે, જેની ક્ષમતા તથા કામની ગુણવત્તા સારી હોય અને સભયોને યોગ્ય ભાવ આપે, તે જ રીડેવલપમેન્ટ માટે પસંદ થવો જોઈએ